Ame Gujrati

જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપના પંથે જતાં અધવચથી પાછો વાળજો
તારા વિના આ જગતમાં મારું નથી કોઇ અંબિકા
બુડતો બચાવવા બાળને માં સિંહે ચઢીને આવજો ..... જેવો ગણો
અજ્ઞાનની ઓથે રહી કંઈ દુષ્ટ ક્રુત્યો મેં કર્યાં
બગડયો જનમ મારો સુધારી સદ્દબુધ્ધિ આપજે
પુત્ર કુપુત્ર જો થાય તો પણ માતા કુમાતા થાય ના
બુડતો બચાવવા બાળને માં સિંહે ચઢીને આવજો ..... જેવો ગણો
ભક્તિ મા તારી ભાવથી જન્મોજ્ન્મથી હું કરું
કરુણા કરી ઓ અંબિકા દિલમાં દયા કંઈ લાવજો
તારા ભરોસે નાવ મેં સુનું મુકયું સંસાર માં
બુડતો બચાવવા બાળને માં સિંહે ચઢીને આવજો ..... જેવો ગણો
જાણી લીઘું માં તુજ પ્રતાપે સત્ય અંબા એ જ છે
બુડતો બચાવવા બાળને માં સિંહે ચઢીને આવજો
સંસાર માં સઘળે ફર્યો પણ કોઈ બેલી ના થયું
બુડતો બચાવવા બાળને સિંહે ચઢીને આવજો ..... જેવો ગણો
ન આશ મુજને કોઈની તારા વિના ઓ અંબિકા
જગની જનેતા જગતજનની અંત વેળા આવજો
જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો ..... જેવો ગણો
જય અંબે જય અંબે અંબે જય જય અંબે....
Share on Google Plus

About quora Questions & Answers A-Z

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment